Tuesday, July 29, 2008

ઇસ્‍લામ અને ઇસ્‍લામી માન્‍યતાઓ, એક બુનિયાદી પરિચય

ઇસ્‍લામ શું છે ?
તેની બુનિયાદી જાણકારી અને માન્‍યતાઓ શું છે ?
સૃષ્ટિના સર્જન અને સર્જક વિશે તે શું કહે છે ?
જીવન જીવવાની રીત અને પ્રણાલી વિશે તેના આદર્શો અને આદેશો શું છે ?
માનવીય જીવનના દરેક પાસાઓથી તે કેવી રીતે સંકળાયેલો છે, અને માનવીને કેવું માર્ગ દશર્ન આપે છે ?
જન્‍નત, જહનમ, પાપ અને સત્‍કર્મ,
એકેશ્વરવાદ અને મૂર્તિપૂજા,
તવહીદ અને શિર્ક,
બિદઅત અને સુન્‍નત,
અપરાધો અને સજાઓજિહાદ અને લડાઇ,
વગેરે બાબતોની સાચી અને પ્રમાણભૂત જાણકારી પ્રસ્‍તૃત કિતાબમાં આપવામાં આવી છે.
મુળ લેખક , મોલાના ઇલ્‍યાસ નદવી ભટકલી સાહેબ
ગુજરાતી અનુવાદ ,મુફતી ફરીદ અહમદ કાવી સાહેબ
ફોટા પર કલીક કરીને આ પુસ્‍તક ડાઉનલોડ કરી શકાય છે.

Sunday, May 11, 2008

બે નવી પુસ્તિકાઓ, (૧) સાંપ્રદાયિકતા, શું સાચું ? શું ખોટું ? (ર) ક‍લ્‍પિત કથાઓ, જુઠાણાઓ અને સત્‍ય.

સાંપ્રદાયિકતા, શું સાચું ? શું ખોટું ?

શ્રીમાન રામ પુનિયાની સાહેબની સુંદર પુસ્તિકા.


ક‍લ્‍પિત કથાઓ, જુઠાણાઓ અને સત્‍ય.

ભૂતપૂર્વ નૌસૈના અધ્‍યક્ષ એડમિરલ વિષ્‍ણુભાગવત દ્વારાપ્રકાશિત શ્રી અનિલ કે. સિંઘની પુસ્‍તિકા.

Thursday, March 06, 2008

ઇસ્‍લામ અને ઓરત

પંજાબ, ભારતના પ્રખર મુસિલમ વિદ્વાન જનાબ મોલાના ફુઝૈલુર્રહમાન ઉસ્‍માની સાહેબે આ પુસ્તિકામાં ઇસ્‍લામ દ્વારા સ્‍ત્રીને આપવામાં આવેલ અધિકારો સન્‍માનનીય સ્‍થાનને સુંદર રીતે રજૂ કર્યું છે.

અનુવાદ મેમણ અ. વહીદ

મોલાના મદની મેમોરીયલ હાઇસ્‍કૂલ,જંબુસર

ઇસ્‍લામ અને તલાક

તલાક-છુટાછેડા બાબત ઇસ્‍લામી પદ્ધતિથી અજાણ હોવાથી અથવા અન્‍ય કારણે અનેક લોકો તરફથી તલાક બાબતે વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. જયારે કે વાસ્‍તવિકતા આ છે કે પુરૂષ અને
સ્‍ત્રીના વિવાહિત જીવન અને તંદુરસ્‍ત સમાજ માટે ઇસ્‍લામની પારિવારિક વ્‍યવસ્‍થા અને તેને લગતી દરેક બાબત યોગ્‍ય અને સુદર છે. મોલાના ફુઝૈલુર્રહમાન ઉસ્‍માની સાહેબન દ્વારા તલાક બાબતે ઇસ્‍લામના દ્રષ્ટિકોણને આ પુસ્તિકામાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્‍યો છે.

અનુવાદ ગાઝી અહમદ હુસેન

મોલાના મદની મેમોરીયલ હાઇસ્‍કૂલ , જંબુસર

Wednesday, May 31, 2006

BOOK DOWNLOAD


(૫) કુર્આનની ૨૪ આયતો

જિહાદ, કાફિર, જિઝયહ, ગનીમત, ગેર મુસ્લિમો સાથે સંબંધ વગેરે બાબતો પરત્‍વે પ્રસરાવવામાં આવતી ભ્રામકતાઓનો ખુલાસો.

લેખક , મુફતી ફરીદ અહમદ કાવી.


(૪) ભારતની નવરચનામાં મુસલમાનોનો રચનાત્‍મક ફાળો

ભારતવર્ષના સુવર્ણ ઇતિહાસમાં મુસલમાનોના અમુલ્‍ય યોગદાનની આછેરો ચિતાર.

લેખક ; મોલાના રશીદ નદવી ખાનપૂરી & મુફતી ફરીદ અહમદ કાવી

(૩) જીવનપથ

આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના પવિત્ર જીવનની બોધદાયક નિરાળી વાતો.

સંકલન ; મુફતી ફરીદ અમદ કાવી.

(૨) નમાઝની પાબંદી,

ઇસ્‍લામના આધાર સમી ઇબાદત નમાઝની પાબંદી અને તેને નબવી રીત - તરીકા મુજબ અદા કરવા વિશેની મહત્‍વતા અને તે વિષયક મહત્‍વની જાણકારી ઉપરાંત ગફલતથી આચરવામાં આવતી ગંભીર ભૂલો તરફફ નિર્દેશ આ કિતાબમાં કરવામાં આવ્‍યો છે.

(૧) આદાબે બંદગી,

બાળપણથી લઇ મરણ સુધી આદર્શ ઇસ્‍લામી જીવન વિશેનું નબવી માર્ગદર્શન.. ખુશી- ગમી, વ્‍યકિગત કે સમાજિક, દીન અને દુનિયાને લગતી બાબતો વિશે કુર્આન અને હદીસ શરીફના આદેશોના આધારે ઇસ્‍લામી જીવ જીવવા અને સંપૂર્ણ મુસલમાન બનવા માટે ઉપયોગી કિતાબ.